મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ અને રોજગાર મંત્રીઓની બે દિવસીય ‘ચિંતન શિબિર’નો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પ્રારંભ થયો હતો. કેન્દ્રીય શ્રમ-રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી શોભા કરાંદજે, રાજ્યના શ્રમ-રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા રાજ્યમંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા સહિત વિવિધ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ મંત્રીઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલી આવી ચિંતન શિબિરો ગુડ ગવર્નન્સ માટેનું ‘ટેક-ઓફ પ્લેટફોર્મ’ બની છે તેવો મત વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, દેશની શ્રમ વ્યવસ્થાને વધુ મજબૂત, પારદર્શી અને શ્રમિક હિતકારી બનાવવાના સામૂહિક મંથન-ચિંતન માટે આ ચિંતન શિબિર ઉપયુક્ત બનશે. માનનીય વડાપ્રધાનશ્રીએ રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મનો મંત્ર અપનાવીને દેશમાં કરેલ અનેક સુધારાત્મક પહેલોના સંદર્ભમાં કેન્દ્રીય શ્રમ-રોજગાર મંત્રાલય દ્વારા 29 કેન્દ્રીય શ્રમ કાનુનોના એકત્રીકરણ દ્વારા કરેલી 4 નવી શ્રમ સંહિતાને મુખ્યમંત્રીશ્રીએ શ્રમિકોની સામાજિક સુરક્ષા મજબૂત કરવાનું કદમ ગણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ શ્રમિકો માટેની રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત રુપરેખા રજૂ કરતાં જણાવ્યું હતું કે, દેશમાં લેબરકોડ લાગુ થવા સાથે જ ગુજરાતે પણ પોતાના નિયમોને અંતિમ રૂપ આપીને અમલી બનાવ્યા છે.
માનનીય વડાપ્રધાનશ્રીએ દેશની વિકાસ યાત્રામાં શ્રમ શક્તિના યોગદાનનો મહિમા કરતાં ‘શ્રમેવ જયતે’નો મંત્ર આપ્યો છે ત્યારે ‘વિકસિત ભારત 2047’ના સંકલ્પને સાકાર કરવામાં શ્રમ શક્તિ પુરક બનશે અને ચિંતન શિબિર એ માટેનું દિશાદર્શન કરશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ શિબિરની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવતા વ્યક્ત કર્યો હતો.
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ સમાજના સર્વગ્રાહી કલ્યાણના સંકલ્પને સાકાર કરતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદિજાતિ દાહોદ જિલ્લાના ગરબાડાના ગામોના 72 કલાકના પ્રવાસના અંતિમ દિવસે ગુજરાત-મધ્યપ્રદેશ સરહદ પરના છેવાડાના ગામ ખંગેલામાં ગ્રામીણ મહિલાઓ સાથે સંવાદ સાધ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ત્રણ દિવસના ગ્રામ્ય જીવનના અનુભવોથી એક અલગ જ સંતોષ મળ્યો હોવાનું જણાવતાં કહ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આદિવાસી વિસ્તારોમાં જે વિકાસ કાર્યો અને કલ્યાણ યોજનાઓ પહોંચી છે તેનાથી લોકોનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ અને વિકાસ કામો માટેની અપેક્ષા બેય વધ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ આદિજાતિ વિસ્તારોમાં પ્રાકૃતિક ખેતી તરફ વળવાની વાતને વિશેષ મહત્ત્વ આપવાની સાથોસાથ સૌને સાથે મળીને વિકસિત ભારત અને વિકસિત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા પ્રેરણા આપી હતી.
મુખ્યમંત્રીશ્રી સમક્ષ આ અવસરે પ્રગતિશીલ મહિલાઓએ પોતાની આત્મનિર્ભરતાની વાતો રજૂ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સખી મંડળોના વિવિધ પ્રદર્શન સ્ટોલ્સની મુલાકાત પણ લીધી હતી.
#CMatDahod
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ ખાતે આવેલી સ્માર્ટ સિટી લાયબ્રેરીની મુલાકાત લીધી હતી તેમજ લાયબ્રેરીમાં ઉપલબ્ધ વાંચન સુવિધાઓ, અભ્યાસ માટેની વ્યવસ્થાઓ તથા વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે ઊભી કરવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ લાયબ્રેરીમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી તેમના અભ્યાસ અને તૈયારી અંગે જાણકારી મેળવી હતી.
#CMatDahod
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ જિલ્લાના બાવકા ખાતે આવેલા સુપ્રસિદ્ધ અને પૌરાણિક શિવમંદિર ખાતે દર્શન-અર્ચન કરી મહાદેવના ચરણોમાં રાજ્યની સુખ, શાંતિ અને સમૃદ્ધિ તેમજ જનકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ ઐતિહાસિક મંદિર પરિસરનું નિરીક્ષણ કર્યું હતું તેમજ તેના ઐતિહાસિક અને સ્થાપત્ય વારસાની ઝીણવટભરી જાણકારી મેળવી હતી.
#CMatDahod
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચાંદાવાડા ગામના ભાભોર ફળીયામાં સ્થાનિક આદિવાસી પરિવારો સાથે ખાટલા બેઠક કરી લઈ આત્મીય સંવાદ સાધીને ગ્રામજનોની જીવનશૈલી, સ્થાનિક પરંપરાઓ અને ગામમાં ઉપલબ્ધ પાયાની સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી તેમજ તેમની લાગણીઓ અને અપેક્ષાઓ જાણી હતી.
મુખ્યમંત્રીશ્રીનું આ પ્રસંગે ગ્રામજનોએ આદિવાસી લોક નૃત્ય થકી સ્વાગત કર્યું હતું. આ સાથે ત્યાંના સ્થાનિક અને સખી મંડળના દિવ્યાંગ બહેને પોતાના હાથે વાંસ વડે બનાવેલું તોરણ આપી મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું.
આ મુલાકાત દરમિયાન તેમણે ગ્રામજનોની જીવનશૈલી, સ્થાનિક પરંપરાઓ અને ગામમાં ઉપલબ્ધ પાયાની સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગ્રામજનો તેમજ બાળકો સાથે રૂબરૂ સંવાદ સાધી તેમની લાગણીઓ અને અપેક્ષાઓ જાણી હતી.
#CMatDahod
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ જિલ્લાના ત્રિદિવસીય પ્રવાસના ત્રીજા દિવસે સવારે ગરબાડા તાલુકાના પાટા ડુંગરી ખાતે આવેલા ઠક્કરબાપા સરોવરની મુલાકાત લઈને સરોવરના વિસ્તાર, જળસંગ્રહની ક્ષમતા, પાણીના જથ્થા અને પાણી વિતરણની વ્યવસ્થાની જાણકારી મેળવી હતી.
#CMatDahod
મુખ્યમંત્રીશ્રીએ સરોવરની મુલાકાત દરમિયાન સ્થાનિક માછીમારો સાથે સંવાદ કર્યો હતો તેમજ માછીમારોની રોજિંદી કામગીરી, માછીમારીના વ્યવસાય, તેમના બાળકોના શિક્ષણ, રોજગારી, આવક અને વેપાર સંબંધિત વિવિધ બાબતોની ચર્ચા કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ પાટા ડુંગરી ખાતે આવેલી નીર વાટિકામાં વડના છોડનું વાવેતર કરી પર્યાવરણ સંરક્ષણ અને લીલી હરિયાળીના સંવર્ધનનો સંદેશ આપ્યો હતો.
#CMatDahod
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિવિધ પહેલ, યોજનાઓ અને અભિયાન થકી આદિવાસી બાંધવોના જીવનમાં પરિવર્તન આણતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દાહોદ જિલ્લાની તેમની ત્રણ દિવસીય મુલાકાતના બીજા દિવસે મોડી સાંજે ગરબાડા તાલુકાના ભામા તળાઈ ફળિયાના નિવાસી શ્રી જસવંતસિંહ રાઠોડના ઘરે પહોંચ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ પરિવારજનો સાથે સંવાદ કર્યો હતો તેમજ આદિવાસી વિસ્તારના પરંપરાગત ભોજનનો સ્વાદ માણ્યો હતો.
#CMatDahod
મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત સૌ ગ્રામજનો સાથે આત્મીયતા સાથે સંવાદ કર્યો હતો, જ્યાં રાઠોડ પરિવારની નાનકડી દીકરી પહલ રાઠોડે મુખ્યમંત્રીશ્રીનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ સાથે આદિવાસી ભજન-કીર્તનનો લ્હાવો પણ લીધો હતો.
#CMatDahod
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ જિલ્લાના પ્રવાસ દરમિયાન આજે ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે 'જન સુનાવણી' કાર્યક્રમ અંતર્ગત નાગરિકો સાથે રૂબરૂ સંવાદ કરી તેમના વિવિધ પ્રશ્નો અને રજૂઆતો સાંભળી હતી. મુખ્યમંત્રીશ્રીએ નાગરિકો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોના સમયમર્યાદામાં અને સત્વરે નિરાકરણ માટે તંત્રવાહકોને જરૂરી સૂચનાઓ આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં રાજ્યના અંતરિયાળ આદિજાતિ વિસ્તારો સુધી મુળભૂત જરૂરિયાતો સાથે કલ્યાણ યોજનાઓ અને વિકાસ કામોના લાભો સુપેરે પહોંચ્યાં છે અને આદિજાતિ વિસ્તારોમાં આ યોજનાકીય લાભો પહોંચવાથી શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ વગેરે ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યુ છે તેમજ અંતરિયાળ વિસ્તારોના છેવાડાના લોકો વિકાસની મુખ્યધારામાં આવ્યા છે.
#CMatDahod
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ જિલ્લામાં રતનમહાલ ખાતે જિલ્લા વહિવટીતંત્રના અધિકારીઓ-પદાધિકારીઓ સાથે વિકાસ કાર્યોની પ્રગતિ અને આયોજનો બાબતે સમીક્ષા બેઠક યોજીને મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
#CMatDahod
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ સમુદાયના ઉત્કર્ષની સાથોસાથ આદિવાસી પરંપરાઓ અને સંસ્કૃતિને ઉજાગર કરતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ જિલ્લાના ત્રણ દિવસીય પ્રવાસના બીજા દિવસે ધાનપુર તાલુકાના પિપરગોટા ગામ સ્થિત નંદઘર-આંગણવાડી કેન્દ્રની ઓચિંતી મુલાકાત લઈને ઉપલબ્ધ સુવિધાઓ અને બાળકોને આપવામાં આવતી પોષણલક્ષી સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ મુલાકાત દરમિયાન ભૂલકાંઓ સાથે આત્મીયતાપૂર્વક સંવાદ સાધ્યો હતો. મુખ્યમંત્રીશ્રીનો બાળકો પ્રત્યેનો આ સ્નેહભાવ અને સાહજિક અભિગમ ઉપસ્થિત સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. હોદ્દાની ઔપચારિકતા બાજુએ રાખીને બાળકો સાથે એક વડીલ (દાદા)ની જેમ પ્રેમપૂર્વક વાતો કરીને તેમણે પોતાની સરળતા અને સંવેદનશીલતાનો પરિચય કરાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ આંગણવાડી કાર્યકરો સાથે પણ સંવાદ કરીને આંગણવાડી કેન્દ્રમાં બાળકોને આપવામાં આવતી સેવાઓ, પોષણની વ્યવસ્થા, બાળકોની હાજરી તેમજ તેમની શૈક્ષણિક વિકાસલક્ષી પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી હતી તેમજ બાળકોને આપવામાં આવતા પૌષ્ટિક નાસ્તાની ગુણવત્તા, પોષણયુક્ત આહારની વ્યવસ્થા તેમજ બાળકોના આરોગ્ય અને પોષણ અંગેની કામગીરીની સમીક્ષા કરી હતી.
#CMatDahod
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રતનમહાલ પ્રોજેક્ટની મૂલાકાત લઈને ગરબાડા જવાના રૂટમાં આવતા પીપર ગોટા ગામે ઓચિંતી જ કાર થોભાવી દીધી હતી અને આ નાનકડા ગામમાં આદિજાતિ ખેડૂત બકુલભાઈ વાખળાના ઘરે પહોંચ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ બકુલભાઈ અને પરિવાર સાથે મકાઈની ખેતી તથા આજીવિકા અંગે વાતચીત કરીને વિગતો મેળવી હતી તેમજ પરિવારના બાળક સાથે પણ વડિલ વાત્સલ્ય ભાવથી તેના અભ્યાસ અને શાળા વિષે વાતચીત કરી હતી.
પીપર ગોટા જેવા નાનકડા ગામના આદિવાસી કસબામાં મુખ્યમંત્રીશ્રીના આગમન અને તેમની સાવ સાહજિક અને સરળ શૈલીથી આદિવાસી પરિવારોએ આપણા ભૂપેન્દ્ર દાદા આપણા ઘરે હાલ ચાલ પુછવા આવ્યા તેવી અદમ્ય લાગણી અનુભવી હતી.
#CMatDahod
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે રતનમહાલ અભયારણ્ય ખાતે મધ્યપ્રદેશની સરહદ પર આવેલા સન પોઇન્ટની મુલાકાત લઈને કુદરતી સૌંદર્યનો નજારો માણ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ ઇકો-ટુરિઝમની અપાર સંભાવનાઓ ધરાવતા આ સ્થળે સ્થાનિક વિકાસ કાર્યોના આયોજનની સમીક્ષા કરી હતી.
#CMatDahod
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ જિલ્લાની ત્રિદિવસીય મુલાકાતના બીજા દિવસે ધાનપુર તાલુકાના રતનમહાલના ગાઢ જંગલની વચ્ચે આવેલા ભુવેરો ગામના પ્રાચીન બાબાદેવના સ્થાનકે પહોંચીને શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા હતા.
આદિવાસી સમાજની ધાર્મિક આસ્થા, પરંપરા અને સંસ્કૃતિના પ્રતીક સમાન આ સ્થાનકે મુખ્યમંત્રીશ્રીએ ગ્રામજનો સાથે જમીન પર સાદગીપૂર્વક બેસીને સંવાદ કર્યો હતો તેમજ ગ્રામજનોની વાતો અને સ્થાનિક પ્રશ્નો સાંભળ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ સાથે સખી મંડળની બહેનો દ્વારા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો, ખજૂરીના પાનમાંથી બનાવેલ છાબડી, હર્બલ સાબુ, તીર કમાન જેવી બનાવટો પ્રદર્શિત કરતા સ્ટોલની મુલાકાત લીધી હતી.
#CMatDahod
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમની સહજ અને સરળ જનનેતા તરીકેની આગવી સંવેદનશીલતા દર્શાવીને ગરબાડા તાલુકાના ભિંડોલ ગામમાં રાત્રિ રોકાણ દરમિયાન ગ્રામજનો સાથે ખાટલા બેઠક કરીને ગ્રામીણ નાગરિકોની રજૂઆતો સાંભળી હતી તેમજ સહજ સંવાદ સાધીને ગ્રામીણ જનજીવનની જાણકારી મેળવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આદિવાસી ભજન મંડળીના ભજન-કીર્તન શ્રવણનો પણ લહાવો લીધો હતો.
#CMatDahod
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદિજાતિ વિસ્તાર ગરબાડાના પોતાના ત્રીદિવસીય પ્રવાસની પ્રથમ રાત્રીએ ધાનપુરના ભિંડોલ ગામના આદિજાતિ તડવી પરિવારના ઘરે જમીન પર બેસી પરિવારજનો સાથે પડિયા-પતરાળીમાં પરંપરાગત આદિવાસી ભોજનનો સ્વાદ માણ્યો હતો.
#CMatDahod







































































































