Info Patan GoG retweeted
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના સૌ નાગરિકો તથા વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને દિવાળી અને વિક્રમ સંવત ૨૦૮૩ના નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી...
આ નૂતન વર્ષે સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંતોષ અને ઉત્તમ આરોગ્યનો પ્રકાશ પથરાય તથા દરેક પરિવારનું જીવન આનંદ અને ઉલ્લાસથી ભરપૂર બને તેવી અભ્યર્થના તેમણે વ્યક્ત કરી...
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની વણથંભી વિકાસયાત્રાને તેજ ગતિએ આગળ ધપાવવાના દ્રઢ સંકલ્પ સાથે સૌ કોઈ વિક્રમ સંવતના નૂતન વર્ષે વિકાસ માર્ગે વધુ ગતિમય બને અને આત્મનિર્ભર ભારત માટે વિકસિત ગુજરાતના સંવાહક બને તેવી અંતરની શુભકામનાઓ પણ પાઠવી...
#NewYear #HappyNewYear #NootanVarsh
Info Patan GoG retweeted
માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ઇસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ કર્યું...
અંદાજિત ₹464 કરોડના ખર્ચે તૈયાર કરાયો 4.03 કિલોમીટર લાંબો અને 26.8 મીટર પહોળો 6-લેન એલિવેટેડ કોરિડોર; નૂતન વર્ષારંભ પૂર્વે શહેરીજનોને મોટી ભેટ; સમય અને ઇંધણની થશે બચત, સરખેજ-ગાંધીનગર હાઇવે પર ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે...
આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર અને શ્રી બાબુભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા...
Info Patan GoG retweeted
આ દિવાળી પર ફટાકડા ફોડતી વખતે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખીએ...
#SafetyFirst #SafeDiwali
Info Patan GoG retweeted
LIVE: અમદાવાદ ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે વિવિધ પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત તથા આવાસોનો ડ્રો કાર્યક્રમ.
LIVE: અમદાવાદ ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે વિવિધ પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત તથા આવાસોનો ડ્રો કાર્યક્રમ. nitter.cf/i/broadcasts/2YRENozqV…
Info Patan GoG retweeted
આજનો શબ્દ
#wordoftheday #GujaratiWord
Info Patan GoG retweeted
તહેવારો પર આપણે આપણા પરિવાર અને પ્રિયજનો માટે ઘણી વસ્તુઓ ખરીદતા હોઈએ છીએ. આ વખતે પણ, જ્યારે તમે ખરીદી કરો ત્યારે સ્થાનિક કારીગરો દ્વારા બનાવેલી વસ્તુઓને પ્રાધાન્ય આપજો.
-માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી
#MotivationalMonday #MahitiMorning #MannKiBaat
Info Patan GoG retweeted
હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી...
'વોકલ ફોર લોકલ'ના મંત્રને દરેક નાગરિકના જીવનનો મંત્ર બનાવીએ; આવો, આપણે સૌ આત્મનિર્ભર ભારતનો સંકલ્પ કરીએ અને આ દિવાળીએ આપણા સ્થાનિક વેપારીઓના ઘર પણ રોશન કરીએ...
#VocalforLocal
Info Patan GoG retweeted
વિકસિત ભારત, વિકસિત ગુજરાત...
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'વોકલ ફોર લોકલ' વિઝનને સાકાર કરવાની નેમ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના હુનરમંદ કારીગરોને મળી રહ્યું છે પ્રોત્સાહન...
આવો, આપણા માટે, આપણી કળા માટે, દેશના વિકાસ માટે આપણે સૌ 'વોકલ ફોર લોકલ' બનીએ....
#VocalforLocal
Info Patan GoG retweeted
ઉત્સવનો ઉમંગ, સાવચેતીનો અભિગમ...
આ જ છે સાચી ઉજવણી...
#SafetyFirst #SafeDiwali
Info Patan GoG retweeted
'યક્ષગાન' કયા રાજ્યની પરંપરાગત લોકનાટ્ય કળા છે?
#BharatParv #CulturalDiversity
Info Patan GoG retweeted
ઘરે ઘરે પ્રગટ્યો સુખ અને સમૃદ્ધિનો દીપ, દરેકના જીવનમાં છવાયો ખુશીઓનો ઉજાસ...
શુભ દીપાવલી 🪔
#ShubhDipavali #WeCare
Info Patan GoG retweeted
ગઈકાલની ક્વિઝનો સાચો જવાબ...
#GujaratiLiterature
Info Patan GoG retweeted
કચ્છનું સફેદ રણ, કુદરતી સૌંદર્ય, સમૃદ્ધ લોકસંસ્કૃતિ અને પરંપરાગત કલા-કારીગરીના કારણે ધોરડો ખાતે યોજાતો વિશ્વવિખ્યાત કચ્છ રણોત્સવ દેશ-વિદેશમાં આગવી ઓળખ ધરાવે છે. દર વર્ષે શિયાળાની શરૂઆત સાથે યોજાતા આ ઉત્સવમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવે છે.
#SereneSunday #MahitiMorning #Dhordo
Info Patan GoG retweeted
દિવાળી મહાપર્વની આપ સૌને હાર્દિક શુભકામના...
સૌના જીવન સુખ, શાંતિ, સ્વાસ્થ્ય, સમૃદ્ધિ તેમજ આત્મિક ગુણો રૂપી વૈભવથી પરિપૂર્ણ બને એ જ પ્રભુના ચરણોમાં પ્રાર્થના...
#HappyDiwali #Diwali2026
Info Patan GoG retweeted
આજનો શબ્દ
#wordoftheday #GujaratiWord
Info Patan GoG retweeted
માનનીય મુખ્યમંત્રીશ્રીની રાજ્યના નાગરિકોને દીપાવલી પર્વ અને નૂતન વર્ષની શુભેચ્છાઓ...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના સૌ નાગરિકો તથા વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને દિવાળી અને વિક્રમ સંવત ૨૦૮૩ના નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી; આ નૂતન વર્ષે સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંતોષ અને ઉત્તમ આરોગ્યનો પ્રકાશ પથરાય તથા દરેક પરિવારનું જીવન આનંદ અને ઉલ્લાસથી ભરપૂર બને તેવી અભ્યર્થના તેમણે વ્યક્ત કરી...
‘વિકસિત ગુજરાત’થી ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા સૌને સહિયારા પ્રયાસો અને ‘વી વિલ ડુ ઇટ’ના ધ્યેય સાથે આગળ વધવા આહવાન કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ...
#Diwali #Diwali2026 #NewYear
Info Patan GoG retweeted
2029 સુધીમાં નશામુક્ત ભારતના ધ્યેયને પાર પાડવા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીની તાકીદ…
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે રાજ્યમાં કાયદો વ્યવસ્થા, નાગરિક સુરક્ષા, નશામુક્ત ભારત અભિયાન સહિતની સર્વગ્રાહી સમીક્ષા કરી…
અમદાવાદ ખાતે યોજાયેલ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, કેન્દ્રીય ગૃહ સચિવશ્રી તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રાલય હસ્તકની વિવિધ એજન્સીઓના અધિકારીઓ તથા રાજ્યના ગૃહ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં...
કાયદો વ્યવસ્થા, પોલીસ મોર્ડનાઈઝેશન, બોર્ડર અને કોસ્ટલ સિક્યોરિટી, માદક પદાર્થ નિયંત્રણ, સાયબર ક્રાઇમ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફોરેન્સિક બાબતો, આતંકવાદ નિયંત્રણ, આંતર રાજ્ય સહયોગ, ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ સહિતની બાબતોની સમીક્ષા કરવામાં આવી; રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ, ખેડૂતોના પ્રશ્નો, લવ જેહાદ, આર્થિક અપરાધ, સીમાવર્તી જિલ્લાઓની સ્થિતિ સંબંધિત બાબતો તથા અતિક્રમણ જેવા મહત્ત્વપૂર્ણ વિષયે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ રાજ્ય સરકારને જરૂરી સૂચનો અને દિશાનિર્દેશો આપ્યા...
Info Patan GoG retweeted
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027; ગુજરાત સરકારના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે તા. 26 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027નો રોડ-શો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો...
➡️ આઠ રાઉન્ડ ટેબલ બેઠકોમાં 150થી વધુ ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો; ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ડેલિગેશને 11 વન-ટૂ-વન બેઠકો, 4 મંત્રીસ્તરીય બેઠકો અને 6 સાઇટ મુલાકાતો લીધી, ઉપરાંત 3 પ્રવાસી ભારતીય કાર્યક્રમોમાં (ડાયસ્પોરા) હાજરી આપી...
➡️ આ રોડ-શૉનો મુખ્ય હેતુ આર્થિક ભાગીદારી મજબૂત કરવાનો, રોકાણ આકર્ષવાનો અને ક્રિટિકલ મિનરલ્સ, ઊર્જા, રિન્યુએબલ એનર્જી, ટેક્નોલોજી, લોજિસ્ટિક્સ, શિક્ષણ, સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રવાસન ક્ષેત્રે ગુજરાતમાં રહેલી તકોને વૈશ્વિક મંચ પર રજૂ કરવાનો; આ રોડ-શૉમાં મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની સાથે ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા...
➡️ આ પ્રવાસના ભાગરૂપે મેલબોર્ન અને બ્રિસ્બેનમાં ભારતીય અને ગુજરાતી સમુદાય સાથે 2 કાર્યક્રમો યોજાયા કે જેમાં તેમને VGGS 2027માં ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાવવા આમંત્રણ અપાયું; જ્યારે ઓકલેન્ડ ખાતે યોજાયેલા ડાયસ્પોરા કાર્યક્રમમાં ન્યૂઝીલેન્ડમાં વસતા ભારતીય અને ગુજરાતી સમુદાય સાથે પણ બેઠક યોજવામાં આવી...
#VibrantGujaratGlobalSummit2027 #VGGS2027
Info Patan GoG retweeted
‘વોકલ ફોર લોકલ’ અને "આત્મનિર્ભર ભારત" અભિયાન દ્વારા સ્થાનિક કારીગરોને મળી રહ્યું છે પ્રોત્સાહન...
દિવાળીના પર્વ નિમિત્તે 'અમદાવાદના સરસ મેળામાં મહિલા સ્વસહાય જૂથો અને સ્થાનિક કારીગરોની સ્વદેશી ચીજવસ્તુઓને વિશેષ બજાર મળી રહ્યું છે; ગુજરાત સરકારની પહેલથી કારીગરો અને નાના વેપારીઓને રોજગારીની નવી તકો મળી રહી છે; ખાદી અને પોલિ-વસ્ત્ર પર વિશેષ રિબેટ સહિતની પ્રોત્સાહક પહેલથી સ્થાનિક અર્થતંત્રને બળ મળી રહ્યું છે...
#VocalForLocal #SarasMela #Gujarat #AtmanirbharBharat @infoahdgog

























