Resident Additional Collector (RAC) , Kheda retweeted
પી.એમ. કિસાન ઉત્સવ દિવસ નિમિત્તે નડિયાદના યોગીફાર્મ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો.
વડાપ્રધાનશ્રી દ્વારા દેશના ખેડૂતોને રૂ. ૧૮,૬૮૦ કરોડથી વધુની સહાય અર્પણ કરવામાં આવી, ખેડા જિલ્લાના કુલ ૨.૬૩ લાખથી વધુ ખેડૂતોને રૂપિયા ૫૨ કરોડથી વધુ સહાયનો સીધો લાભ મળ્યો
#KisanKalyanSeRashtraKalyan #PMKisan #FarmersUpdate #Nadiad #Kheda
Resident Additional Collector (RAC) , Kheda retweeted
નડિયાદમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિએ 'રન ફોર યુનિટી' યોજાઈ.
રાષ્ટ્રીય એકતાના શપથ લઈ, સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી 'એકતા દિવસ'ની ભવ્ય ઉજવણી કરાઈ. ૮ હજારથી વધુ લોકો જોડાયા.
#RashtriyaEktaDiwas2026 #RunForUnity #SardarVallabhbhaiPatel #Nadiad #UnityRun2026
Resident Additional Collector (RAC) , Kheda retweeted
ખમીરવંતો ખેડા જિલ્લો બન્યો 'સરદાર મય'! નડિયાદમાં મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરાઈ.
સાંસ્કૃતિક કાર્યક્રમો, સન્માન અને એકતા પરેડના લાઈવ પ્રસારણ સાથે મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા.
#SardarVallabhbhaiPatel #RashtriyaEktaDiwas2026 #Kheda #Nadiad #EktaNagar #ViksitBharat
Resident Additional Collector (RAC) , Kheda retweeted
દીપાવલી પર્વ પહેલા દિવ્યાંગ બાળકોના જીવનમાં ખુશીઓના ઉજાસ પથરાયા.
કઠલાલ તાલુકાના ૩૪૦ દિવ્યાંગ બાળકોને અનાજ, કરીયાણું, મીઠાઈની કીટ અર્પણ કરાઈ. દિવ્યાંગ બાળકોને પ્રેમ, શિક્ષણ અને સહયોગ પૂરો પાડવાના ઉદ્દેશ્ય સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો.
#Diwali2026 #PrakashParv5 #DivyangChildren #Kheda #Kathlal
Resident Additional Collector (RAC) , Kheda retweeted
ઓક્ટોબર 2026 : ખેડા જિલ્લાના વિકાસ અને સક્ષમ વહીવટ માટે કલેકટર ખડે પગે..
સ્વચ્છતા અભિયાન, જનસેવા કાર્યો, વિકાસ કામોની સમીક્ષા અને સરદાર જયંતીની પ્રેરણાદાયી ઉજવણી!
#KhedaCollector #Kheda #Nadiad
Resident Additional Collector (RAC) , Kheda retweeted
નડિયાદ કલેક્ટર શ્રી એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં DLAMC આધારની બેઠક યોજાઈ.
જેમાં આધાર અપડેટ, સર્વર સમસ્યા નિવારણ અને બાળકોના બાયોમેટ્રિક અપડેટ અંગે મહત્વના માર્ગદર્શન આપવામાં આવ્યા.
#Nadiad #Aadhaar #CollectorKheda
Resident Additional Collector (RAC) , Kheda retweeted
"સેવા સંકલ્પ અભિયાન" અંતગર્ત નડિયાદમાં "સેવા જ્યોતિ યાત્રા" નીકળી
બાસુદીવાળા હાઈસ્કૂલ ખાતે વિશાળ જનમેદની સાથે યોજાઈ વિકસિત ભારત સંકલ્પ સભા : ૧૭ હજારથી વધુ નાગરિકો સાથે વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી પૂર્ણેશભાઈ મોદી સહિત અગ્રણીઓએ ‘વિકસિત ભારત-૨૦૪૭’ના સંકલ્પ લીધા
#25YearsOfSeva
Resident Additional Collector (RAC) , Kheda retweeted
નડિયાદમાં "સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત મશાલ અને તિરંગા સાથે 'સેવા જ્યોતિ યાત્રા' અને 'વિકસિત ભારત સંકલ્પ સભા' ના આકાશી દ્રશ્યો...
#25YearsOfSeva
Resident Additional Collector (RAC) , Kheda retweeted
નડિયાદમાં યોગ-ધ્યાનનો ભવ્ય સંગમ..
‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાયેલી યોગ-ધ્યાન શિબિરમાં ૫ હજારથી વધુ યોગસાધકોએ સહભાગી બની નવી ઊર્જાનો સંચાર કર્યો. સ્વસ્થ જીવન માટે રોજ ૫ મિનિટ યોગ કરવાના સંકલ્પ સાથે પૌષ્ટિક આહાર અને નશામુક્ત જીવનનો સંદેશ અપાયો.
#Kheda #Nadiad
Resident Additional Collector (RAC) , Kheda retweeted
योगः कर्मसु कौशलम् : 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત નડિયાદમાં ભવ્ય યોગ-ધ્યાન શિબિરનું આયોજન થયું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોગ અને ધ્યાન શિબિરમાં ૫ હજારથી વધુ યોગસાધકોએ યોગ કરી નવી ઊર્જા મેળવી. સાથે જ, પૌષ્ટિક અને સમતોલ આહાર લેવા તેમજ નશાથી દૂર રહેવા ઉપસ્થિત સૌ દ્વારા સંકલ્પ લેવાયા.
#kheda #nadiad #yoga
Resident Additional Collector (RAC) , Kheda retweeted
योगः कर्मसु कौशलम् : 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત નડિયાદમાં ભવ્ય યોગ-ધ્યાન શિબિરનું આયોજન થયું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોગ અને ધ્યાન શિબિરમાં ૫ હજારથી વધુ યોગસાધકોએ યોગ કરી નવી ઊર્જા મેળવી.
#kheda
Resident Additional Collector (RAC) , Kheda retweeted
આજ રોજ માન. કલેક્ટરશ્રી ખેડાએ ઠાસરા તાલુકાના મલાઈ ગામની પ્રાથમિક શાળામાં પીએમ-પોષણ કેન્દ્ર (મધ્યાહન ભોજન કેન્દ્ર) ની મુલાકાત લીધી અને બાળકો સાથે ભોજન લીધું.
બાળકો સાથે મધ્યાહન ભોજન બાબતે વાતચીત કરી અને શાળા પરિવારને એનાં સફળ સંચાલન માટે સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું.
Resident Additional Collector (RAC) , Kheda retweeted
આજે ઠાસરા તાલુકાના મલાઈ, ભાટપુરા સામાન્ય તથા ઓઝરાળા ગામની એપેન્ડીક્સ દફતર તપાસણી કરી. પ્રાથમિક શાળાના ભૂલકાંઓ સાથે ભોજન લીધું તેમજ ડાકોર પોલીસ સ્ટેશનની તપાસણી કરી. વિશેષમાં ડ્રોપ આઉટ થયેલા બાળકોના ઘરે જઈ વાલીઓ સાથે સંવાદ સાધી બાળકોને પુનઃ શિક્ષણના પ્રવાહમાં જોડવા પ્રેરિત કર્યા.
Resident Additional Collector (RAC) , Kheda retweeted
નેપાળ-તિબેટ સરહદે આવેલ ભોટેકોશી નદીમાં વિનાશક પૂર અને ભૂસ્ખલનને કારણે અમુક ભારતીયો ફ્સાયેલા છે. આ ઘટનામાં ખેડાના કોઈ નાગરિકો ફસાયેલા હોય તો મદદ કે સહાય માટે અત્રેની કલેકટર કચેરીની ડીઝાસ્ટર શાખાના કંટ્રોલ રૂમ (ફોન નંબર- ૦૨૬૮- ૨૫૫૩૩૫૭) નો સંપર્ક કરવા વિનંતી છે.
#nepalflood
Resident Additional Collector (RAC) , Kheda retweeted
નડિયાદમાં જિલ્લા કલેક્ટરશ્રી એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કમિટીની બેઠક મળી
માર્ગ સલામતી બાબતે કલેકટરશ્રીએ વિવિધ પેરામીટર પર ચર્ચા કરી, જિલ્લાના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાતનું પણ સૂચન અપાયું
#Kheda #RoadSafety #HelmetCompulsory #TrafficRules
Resident Additional Collector (RAC) , Kheda retweeted
ખેડુત નોંધણી થકી અમરીશભાઈને ઘરઆંગણે મળ્યો કૃષિલક્ષી સહાય અને માહિતી માર્ગદર્શનનો ત્વરીત લાભ
અન્ય ખેડુતોને પણ નોંધણી માટેની અપીલ- ખેડુત શ્રી અમરીશ પટેલ (માતર)
#FarmerRegistration #GovtSchemes
#Kheda
Resident Additional Collector (RAC) , Kheda retweeted
ખેડાના સરદારપુરા અને ચીતલાવ ગામને જોડતા રાણીયા કોતર પરનો બ્રિજ તૂટવા બાબતે સ્પષ્ટતા; રાણીયા ગામ, ઠાસરા તાલુકા, ખેડા જિલ્લામાં રાણીયા કોતરમાં આવેલ વી.આર.બીમાં માટીનું સેટલમેન્ટ થવાની સવારે 9 વાગ્યાની આસપાસ શરૂઆત થઈ જે ક્રમશ: સેટલમેન્ટ થવાથી પીયર ગર્ડર સહિત બ્રિજ કોતરમાં બેસી ગયેલ છે...
આ બ્રિજ પરનો માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકનો રોડ સરદારપુરા ટુ ચીતલાવ ગામ સીમ વિસ્તારને જોડે છે. સદર બ્રીજમાં નુકશાન થવાથી કોઈ જાનહાની થયેલ નથી. સદર બ્રિજ અંદાજીત 60 વર્ષ જૂનો હોઈ સાવચેતીના ભાગરૂપે ભારે વાહન યાતાયાત માટે બંધ કરેલ હતો...
આ બ્રિજના નવીનીકરણ માટે માર્ગ મકાન વિભાગ (પંચાયત) દ્વારા નવીનીકરણ માટે ગાંધીનગર ખાતે દરખાસ્ત કરવામાં આવી છે...
@infokhedagog
Resident Additional Collector (RAC) , Kheda retweeted
ઐતિહાસિક શૌર્ય ભૂમિ ફાગવેલ ખાતે ખેડા કલેક્ટરશ્રી એન.વી.ઉપાધ્યાય દ્વારા ધ્વજવંદન કરી ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરાઈ
આ પ્રસંગે પરેડ નિરીક્ષણ, સન્માન સમારોહ, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા, ઉચ્ચ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
#IndependenceDay2026 #Kheda #Fagvel #Gujarat
Resident Additional Collector (RAC) , Kheda retweeted
નડિયાદમાં જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ભવ્ય 'તિરંગા યાત્રા' યોજાઈ
મંત્રીશ્રી, કલેક્ટરશ્રી, પદાધિકારીશ્રીઓ, વિદ્યાર્થીઓ, દિવ્યાંગો સહિત ૧૦ હજારથી વધુ દેશપ્રેમીઓ જોડાઈ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના સાક્ષી બન્યા
#TirangaYatra #Kheda #HarGharTiranga2026







































