SDM City(West) Ahmedabad retweeted
ગુજરાત સરકારના સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા નાગરિક સેવાઓને ડિજિટલ સ્વરૂપે વધુ સુલભ અને પારદર્શક બનાવવામાં આવી છે. વિવિધ પ્રમાણપત્રો, રેશનકાર્ડ સેવાઓ તથા અન્ય મહત્વપૂર્ણ સેવાઓ હવે ઓનલાઈન ઉપલબ્ધ છે.
#DigitalGujarat #CitizenFirst #GoodGovernance #GujaratGovernment
SDM City(West) Ahmedabad retweeted
Replying to @CollectorAhd
@CollectorAhd @SDMCityWest કચેરીઓની સેવાઓ હવે એક જ પોર્ટલ પર, સિંગલ લોગીન અને પેપરલેસ પ્રક્રિયા સાથે ઝડપી અને સરળ કાર્ય કરશે!
ડિજિટલ ગુજરાત પોર્ટલ - લાઇનથી ઓનલાઇન સુધી!
SDM City(West) Ahmedabad retweeted
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં આજે યોજાયેલ કેન્દ્રીય કેબિનેટ દ્વારા અંદાજે ₹20,667 કરોડના ખર્ચે અમદાવાદ (સરખેજ)-ધોલેરા સેમી હાઇસ્પીડ ડબલ લાઇન રેલ પ્રોજેક્ટને મંજૂરી.
‘આત્મનિર્ભર ભારત’ની સંકલ્પના સાકાર કરતી સ્વદેશી ટેકનોલોજી પર આધારિત ભારતીય રેલ્વેનો આ પ્રથમ સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ અમદાવાદ, ધોલેરા SIR, નિર્માણાધીન ધોલેરા એરપોર્ટ અને લોથલ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ વચ્ચે ઝડપી કનેક્ટિવિટી પ્રદાન કરશે. #PMGatiShakti અંતર્ગત મલ્ટિમોડેલ કનેક્ટીવીટી માટેના આ માઇલસ્ટોન સમાન પ્રોજેક્ટથી ઉદ્યોગો માટે #EaseOfDoingBusiness અને નાગરિકો માટે #EaseOfTravel સુનિશ્ચિત થવાની સાથોસાથ રાજ્યના વિકાસને વેગ મળશે.
#CabinetDecisions
SDM City(West) Ahmedabad retweeted
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઈંધણના સંયમિત ઉપયોગ, સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન અને સ્થાનિક પ્રવાસનને વેગ થકી દેશના અર્થતંત્રને મજબૂત રાખવામાં યોગદાન આપવા સંકલ્પબદ્ધ ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
સોમનાથ : અખંડ આસ્થા, અવિનાશી સંસ્કૃતિ અને ભારતના ગૌરવનું પ્રતિક.
સોમનાથ મંદિરના પુનઃનિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થયાના અવસરે ઉજવાઈ રહ્યો છે સોમનાથ અમૃત મહોત્સવ.આવો, આ પવિત્ર અવસરે આપણે સૌ આ મહોત્સવમાં સહભાગી બનીએ.
જય સોમનાથ
#SomnathVirasatke75Years
1
49
SDM City(West) Ahmedabad retweeted
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમનને વધાવવા રોશનીના અવનવા શણગારથી ઝળહળી ઉઠ્યું જામનગર.
SDM City(West) Ahmedabad retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના મહેસૂલ વિભાગની Collaborate, Innovate and Transform for Better Land Governance થીમ સાથે આયોજિત મહેસૂલી અધિકારીશ્રીઓ તેમજ જિલ્લા કલેક્ટરશ્રીઓ માટેની ત્રિદિવસીય ચિંતન શિબિરનો અડાલજ ત્રિમંદિર ખાતે મહેસૂલ રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહીડા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, ચિંતન શિબિર એ પોતાની જાત સાથે સંવાદ અને નાનામાં નાના માનવીના સુખાકારી કલ્યાણના ચિંતનનું સક્ષમ માધ્યમ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા લોકોની સુખાકારી અને લોકહિત કામો કરવાની વ્યવસ્થાઓ વિકસાવીને દેશનું ગૌરવ વધાર્યુ છે તેનો ઉલ્લેખ મુખ્યમંત્રીશ્રીએ આ તકે કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના વિકાસમાં મહેસૂલ વિભાગ અને જિલ્લા કલેક્ટરશ્રીઓના યોગદાનની પ્રશંસા કરતા કહ્યું હતું કે, નાગરિકોની સમસ્યાના નિવારણ માટે ઝીરો ટોલરન્સની દિશામાં સૌ સાથે મળીને સામૂહિક ચિંતન-મંથનથી કાર્યરત રહીએ.
SDM City(West) Ahmedabad retweeted
મતદાન પહેલાં તમારું નામ અને મતદાન મથક ચોક્કસ તપાસો.
ઓનલાઇન સરળ પ્રક્રિયા દ્વારા માહિતી મેળવો અને લોકશાહી મજબૂત બનાવો.
#VoterAwareness #Ahmedabad #Election2026
SDM City(West) Ahmedabad retweeted
તમારો મત તમારો અધિકાર!
મતદાન કરતી વખતે EVMમાં પસંદગી બાદ “રજિસ્ટર” બટન દબાવવું અનિવાર્ય છે.
જાગૃત બનીને મતદાન કરીએ.
#LocalBodyElection
#MyVoteMyRight #Election2026
SDM City(West) Ahmedabad retweeted
સ્થાનિક સમસ્યાઓના ઉકેલ માટે સ્થાનિક સ્વરાજની સરકાર મહત્વપૂર્ણ છે.
પોતાની પસંદગીની સરકાર બનાવવા માટે ચોક્કસ મતદાન કરીએ. 🗳️
#LocalElections #LocalBodyElection
SDM City(West) Ahmedabad retweeted
સેમીકંડક્ટર ક્ષેત્રે આ નવો પ્લાન્ટ ભારતની આત્મનિર્ભરતાનું પ્રતીક છે. તે ગુજરાતને દેશના સેમિકોન હબ તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ પ્લાન્ટ 'મેક ઈન ઈન્ડિયા'ની સફળતાનો એક મજબૂત પુરાવો છે. #ViksitBharatViksitGujarat
SDM City(West) Ahmedabad retweeted
ઈડર-બડોલી બાયપાસ ઉત્તર ગુજરાત માર્ગ પરિવહનના નેટવર્કને એક નવી મજબૂતી આપશે તેમજ તેને સુરક્ષિત અને ઝડપી બનાવશે. આ પરિયોજનાથી અંતરિયાળ વિસ્તારોમાં કનેક્ટિવિટી વધશે અને વિકાસને નવી દિશા મળશે. #ViksitBharatViksitGujarat
SDM City(West) Ahmedabad retweeted
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે રાજ્યની હાઈસ્પીડ એક્સપ્રેસ કનેક્ટિવિટીનું એક સશક્ત ઉદાહરણ છે. તેનાથી ન માત્ર ધોલેરા અને અમદાવાદ પરંતુ સમગ્ર રાજ્યના આર્થિક વિકાસને એક નવી ગતિ અને દિશા મળશે. #ViksitBharatViksitGujarat
SDM City(West) Ahmedabad retweeted
ગુજરાતમાં વિવિધ રેલ પ્રકલ્પોની ભેટથી રાજ્યમાં રેલવે કનેક્ટિવિટીને નવો બુસ્ટ મળશે. આ પરિયોજનાઓ પેસેન્જર અને ટ્રાન્સપોર્ટના વહનને વધુ સરળ અને સુગમ બનાવશે. જેનાથી રાજ્યની આર્થિક પ્રગતિને નવો વેગ મળશે.
#ViksitBharatViksitGujarat
SDM City(West) Ahmedabad retweeted
ઉત્તર ગુજરાતમાં બૃહદ પાઈપલાઈન પરિયોજનાઓથી આ ક્ષેત્રમાં પાણીની સમસ્યા હવે કાયમી ભૂતકાળ બની જશે. આ પ્રકલ્પોથી જળસુવિધા વધશે અને પાણીની ઉપલબ્ધિ વધતા પ્રગતિના નવા અવસરોના દ્વાર પણ ખુલશે. #ViksitBharatViksitGujarat
SDM City(West) Ahmedabad retweeted
LIVE: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. સ્થળ : નાણી, વાવ-થરાદ #ViksitBharatViksitGujarat nitter.cf/i/broadcasts/1qxvvkWAe…
SDM City(West) Ahmedabad retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગર ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટરશ્રીઓ સાથે બેઠક યોજીને રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને LPG જથ્થાની વર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ દરેક જિલ્લામાં આવશ્યક ઈંધણનો પુરવઠો અવિરતપણે જળવાઈ રહે અને નાગરિકોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે જિલ્લા વહીવટીતંત્રને સતત દેખરેખ રાખવા અને પૂરતું સંકલન સાધવા જરૂરી સૂચનાઓ આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નાગરિકોને રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવી, ઈંધણની અછત અંગેની કોઈપણ અફવાઓથી દૂર રહેવા અને ગભરાટમાં આવીને બિનજરૂરી ખરીદી ન કરવા અપીલ કરી છે.
*News Update*
- રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
કોઈપણ પ્રકારની અફવાઓથી દોરવાયા વગર કે ગભરાટમાં આવ્યા વગર શાંતિ જાળવવા મુખ્યમંત્રીશ્રીની નમ્ર અપીલ
-વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે પણ ઈંધણ પુરવઠો પૂરતો હોવાથી બિનજરૂરી લાઈનો ન લગાવવા જનતાને અનુરોધ
1
53
SDM City(West) Ahmedabad retweeted
In Gujarat, under the leadership of Chief Minister Bhupendra Patel, 20 high-demand citizen services, including income and caste certificates and ration card updates, have been made fully online through the Digital Gujarat platform. Driven by the Sugam Digital Gujarat Initiative, the move aims to ensure seamless, transparent, and paperless governance with features like Aadhaar authentication, DigiLocker integration, and UPI-based payments. With around 1.20 crore applications annually, this digital push is significantly enhancing accessibility, reducing processing time, and strengthening citizen-centric service delivery across Gujarat.
(Source: Third party)
(File Photo)



























