SDM & CITY DY.COLLECTOR EAST AHMEDBAD (@cdceast) profile picture

SDM & CITY DY.COLLECTOR EAST AHMEDBAD

AHMEDABAD
Joined September 2018
Photo by SDM & CITY DY.COLLECTOR EAST AHMEDBAD (@cdceast)Photo by SDM & CITY DY.COLLECTOR EAST AHMEDBAD (@cdceast)Photo by SDM & CITY DY.COLLECTOR EAST AHMEDBAD (@cdceast)Photo by SDM & CITY DY.COLLECTOR EAST AHMEDBAD (@cdceast)Photo by SDM & CITY DY.COLLECTOR EAST AHMEDBAD (@cdceast)Photo by SDM & CITY DY.COLLECTOR EAST AHMEDBAD (@cdceast)Photo by SDM & CITY DY.COLLECTOR EAST AHMEDBAD (@cdceast)Photo by SDM & CITY DY.COLLECTOR EAST AHMEDBAD (@cdceast)Photo by SDM & CITY DY.COLLECTOR EAST AHMEDBAD (@cdceast)Photo by SDM & CITY DY.COLLECTOR EAST AHMEDBAD (@cdceast)
SDM & CITY DY.COLLECTOR EAST AHMEDBAD retweeted
વહેલી સવારની તાજગી, લીલીછમ હરિયાળી અને શાંત જળરાશિના અદભુત નજારા વચ્ચે આજે દાહોદના પ્રવાસના ત્રીજા દિવસની શરૂઆત ગરબાડાના રમણીય પાટા ડુંગરી સ્થિત ઠક્કરબાપા સરોવરની મુલાકાતથી કરી. કુદરતના આ અણમોલ ખજાના સમાન સરોવરની જળસંગ્રહ ક્ષમતા અને વિતરણ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું.. સાથે જ, 'નીર વાટિકા' ખાતે વડના છોડનું વાવેતર કરીને આવનારી પેઢી માટે હરિયાળી અને પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ કર્યો. આ અવસરે, મહેનતથી પોતાનું ગુજરાન ચલાવતા સ્થાનિક માછીમાર ભાઈઓ સાથે તેમના રોજિંદા જીવન અંગે વાતચીત કરી.. તેમના વ્યવસાય, રોજગારી અને તેમના બાળકોના શિક્ષણ અંગે જાણ્યું. પ્રકૃતિના ખોળે વસેલા આ પરિશ્રમી પરિવારોના જીવનમાં સમૃદ્ધિ અને ખુશીઓ આવે એ જ સરકારનો પ્રયાસ છે.
3
114
205
5,178
SDM & CITY DY.COLLECTOR EAST AHMEDBAD retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગરબાડા તાલુકાના 72 કલાકના પ્રવાસ દરમિયાન પ્રથમ દિવસે સરાબલી (ગાંગરડી) ગામ ખાતે એક અદના આદિજાતિ પરિવારના ઘરે નીચે બેસીને પરંપરાગત આદિવાસી ભોજન લઈને પોતાની આગવી સાહજિકતાનો વધુ એક પરિચય આપ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ આ પરિવારના વડિલો અને બહેનો સાથે વાતચિત કરીને પારિવારિક સ્થિતી જાણી હતી તેમજ બાળકોના અભ્યાસ, પરિવારની આજિવિકા અંગે પૃચ્છા કરી હતી. #CMatDahod
2
29
74
5,065
SDM & CITY DY.COLLECTOR EAST AHMEDBAD retweeted
Inspired by the ideals of Sardar Vallabhbhai Patel and driven by the vision of Hon’ble PM Shri @narendramodi, the spirit of ‘Ek Bharat, Shreshth Bharat’ continues to strengthen the bonds of national unity and celebrate India’s extraordinary diversity. Bharat Parv, being celebrated in the vicinity of the @souindia, is a magnificent celebration of our rich cultural heritage, vibrant traditions and timeless spirit of togetherness. Come, be a part of this grand celebration and experience the colours, culture and pride of Bharat..!
2
26
47
4,474
SDM & CITY DY.COLLECTOR EAST AHMEDBAD retweeted
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શહેરોને વધુ સ્વચ્છ, સુંદર અને સુવિધાસભર બનાવતી પહેલ એટલે અટલ મિશન ફોર રિજુવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (AMRUT). મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શન હેઠળ શહેરી વિકાસની નવી ગાથા લખી રહેલ ગુજરાતે સ્માર્ટ, સુંદર અને સુવિધાજનક શહેરોના નિર્માણ સાથે સમગ્ર દેશ માટે અર્બન ટ્રાન્સફોર્મેશનનું એક આગવું મોડેલ પ્રસ્થાપિત કર્યું છે. AMRUT 2.0 અંતર્ગત ગુજરાતે ₹4832 કરોડના 497 વિકાસકાર્યો પૂર્ણ કરીને શહેરી વિકાસના નવા આયામો સર કર્યા છે. આ યોજના હેઠળ રાજ્યમાં 2.72 લાખથી વધુ નવાં નળ જોડાણો અને 1.03 લાખથી વધુ ગટર જોડાણો દ્વારા લાખો નાગરિકોના જીવનમાં સુખાકારીનો સંચાર થયો છે. આ ઉપરાંત, 78 તળાવોના નવીનીકરણ અને 87 બાગ-બગીચાઓના વિકાસ દ્વારા શહેરી સ્વચ્છતા અને સુંદરતામાં અભિવૃદ્ધિ કરવામાં આવેલ છે. એટલું જ નહીં, ‘અમૃત મિત્ર’ અને ‘વુમન ફોર ટ્રી’ પહેલ હેઠળ મહિલા સ્વસહાય જૂથોને આજીવિકાની નવી તકો મળવાની સાથોસાથ ‘ગ્રીન ગુજરાત’નો સંકલ્પ સાકાર થઈ રહ્યો છે.
4
30
109
7,384
SDM & CITY DY.COLLECTOR EAST AHMEDBAD retweeted
દીપાવલીના મંગલ પર્વ પૂર્વે રાજ્યના યુવાધનના ઉજ્જવળ ભવિષ્ય અને શિક્ષણ ક્ષેત્રના ઉત્કર્ષ માટે આજનો દિવસ ઘણો મહત્ત્વનો રહેશે. સરકારી પ્રાથમિક શાળાઓમાં પારદર્શક પદ્ધતિથી પસંદગી પામેલા 8,000 થી વધુ નવનિયુક્ત વિદ્યાસહાયકોને આજે ભલામણપત્ર એનાયત કરવામાં આવ્યા. આ પ્રસંગે સૌ યુવાઓ સાથે સંવાદ સાધી તેમને શુભકામના પાઠવી.
12
129
1
266
9,518
SDM & CITY DY.COLLECTOR EAST AHMEDBAD retweeted
વિશ્વ સમક્ષ ભારતના સામર્થ્યનું વિરાટ પ્રતીક: સ્ટેચ્યુ ઓફ યુનિટી... એકતા અને અખંડિતતાના સંદેશ સાથે 'વિકસિત ભારત @ 2047'ના નિર્માણમાં સહભાગી બનીએ... #Ektadivas2026
2
3
677
SDM & CITY DY.COLLECTOR EAST AHMEDBAD retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિવિધ પહેલ દ્વારા અક્ષય ઊર્જાને પ્રોત્સાહન થકી ઊર્જા આત્મનિર્ભરતા માટે કટિબદ્ધ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
1
1
1
760
SDM & CITY DY.COLLECTOR EAST AHMEDBAD retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ‘ચિપ’ના વિકાસથી ‘શીપ’ની વિરાસત સુધી વૈશ્વિક સ્તરની પ્રગતિ સાધતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
1
1
1,641
SDM & CITY DY.COLLECTOR EAST AHMEDBAD retweeted
केन्द्रीय गृह एवं सहकारिता मंत्री श्री @AmitShah जी के गुजरात में विभिन्न कार्यक्रम। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના ગુજરાતમાં આયોજિત વિવિધ કાર્યક્રમો.
10
58
1
152
9,992
SDM & CITY DY.COLLECTOR EAST AHMEDBAD retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સંસ્કૃતિ અને પરંપરાની આગવી વિરાસતને આનંદે ઉજવતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
1
740
SDM & CITY DY.COLLECTOR EAST AHMEDBAD retweeted
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં અમદાવાદ ખાતે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત સમારોહ યોજાયો. સાલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનીયરીંગ ખાતે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માન. નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલ 'ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત સમારોહ'માં CAA અંતર્ગત ૧૨૬ અને કલેક્ટર કચેરી મારફતે નોંધાયેલા ૩૨ મળીને કુલ ૧૫૮ શરણાર્થીઓને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને અન્ય મહાનુભાવોના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. વધુમાં આ કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વેશ્રી અમિત ઠાકર,કૌશિકભાઇ જૈન,બાબુભાઇ પટેલ,જીતેન્દ્રભાઇ પટેલ, જિલ્લા કલેકટર ભવ્ય વર્મા, વિસ્થાપિત હિંદુ સહાયતા મંચ ના પ્રતિનિધિઓ,સિંધ માઇનોરીટી એસોસિએશનના પ્રતિનિધિઓ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારી, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. #CAA #Citizenship #Ahmedabad
3
4
645
SDM & CITY DY.COLLECTOR EAST AHMEDBAD retweeted
આદ્યશક્તિની ઉપાસના, ગુજરાતની અસ્મિતા અને સમૃદ્ધ લોકસંસ્કૃતિના પ્રતીક સમા ‘વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ 2026’માં રાસ-ગરબાના તાલે ભક્તિ બનશે શક્તિનો અદ્વિતીય ઉત્સવ. યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે માન્યતા પ્રાપ્ત ગરબાની વિરાસતને નવી ઊંચાઈએ લઈ જવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ, અમદાવાદ ખાતે થશે આ ભવ્ય મહોત્સવનો શુભારંભ. આવો, આસ્થા, આરાધના અને આનંદના તાલે રંગાઈને ગરબાના આ જનઉત્સવમાં ઉલ્લાસભેર સહભાગી બનીએ અને આદ્યશક્તિની ઉપાસનાની પરંપરાને વિશ્વ સમક્ષ ઉજાગર કરીએ.
3
2
2,207
SDM & CITY DY.COLLECTOR EAST AHMEDBAD retweeted
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડીઓ માટે શરૂ કરવામાં આવેલ રાજ્યનો સૌથી મોટો રમતોત્સવ એટલે 'ખેલ મહાકુંભ'. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ગુજરાતની યુવાશક્તિ માટે ગ્રામ્યથી રાજ્યકક્ષા સુધી આયોજિત 'ખેલ મહાકુંભ 2026'નો આજે વડોદરા ખાતેથી થશે રાજ્યવ્યાપી શુભારંભ. #KhelMahakumbh2026
4
27
71
5,121
SDM & CITY DY.COLLECTOR EAST AHMEDBAD retweeted
LIVE: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સચિવાલય, ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ nitter.cf/i/broadcasts/1nJOLQqZg…
6
88
124
7,375
SDM & CITY DY.COLLECTOR EAST AHMEDBAD retweeted
સ્વજનોની કેટલીક સ્મૃતિઓ સેવાના સંકલ્પ બનીને પેઢીઓને પ્રેરણા આપતી રહે છે. રાજકોટમાં કાર્યરત આવી જ એક સંસ્થા શ્રી પુજિત વિજયભાઈ રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા આયોજિત બાળસંગમ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈને બાળમિત્રો સાથે સંવાદ કરીને પ્રોત્સાહીત કર્યા. રાજ્યના આદરણીય પૂર્વ મુખ્યમંત્રી સ્વ.શ્રી વિજયભાઈ રૂપાણીની સેવાભાવનાને સંસ્કાર અને સમાજસેવા સાથે આગળ ધપાવતા આ સુંદર આયોજન બદલ શ્રી ઋષભ રૂપાણીને હૃદયપૂર્વક અભિનંદન તથા સમગ્ર ટ્રસ્ટ પરિવારને શુભેચ્છાઓ.
4
72
155
5,254
SDM & CITY DY.COLLECTOR EAST AHMEDBAD retweeted
માર્ગ-મકાન વિભાગની ચિંતન શિબિર.. સંકલ્પ કર્મયોગ અને કર્તવ્યનિષ્ઠાનો! માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને વિકસિત ગુજરાતના માધ્યમથી સાકાર કરવા માટે રાજ્યના રોડ-રસ્તા સહિતના અન્ય ઇન્ફ્રાસ્ટ્રકચરના નિર્માણનું અત્યાધુનિક માળખું ખૂબ જ જરૂરી છે. વિભાગ અંતર્ગત થતા વિવિધ નિર્માણ કાર્યો સમય મર્યાદામાં પૂર્ણ થાય અને દરેક કામમાં ગુણવત્તા જળવાઈ રહે તે માટે આ ચિંતન શિબિરના પ્રારંભે સૌને અનુરોધ કર્યો. ઉપરાંત, વિભાગની ઓળખ 'ગતિ, ગુણવત્તા અને ગૌરવ' ને વધુ મજબૂત બનાવવા માટે સૌએ પ્રતિજ્ઞા લીધી. નવી ઊર્જા અને નવા વિચારોના શેરિંગ સાથે આ ચિંતન શિબિર ખૂબ ફળદાયી બની રહે તેવી શુભકામના.
3
105
160
6,896
SDM & CITY DY.COLLECTOR EAST AHMEDBAD retweeted
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવા, સુશાસન અને સમર્પણના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં ‘જન સેવાથી રાષ્ટ્ર સેવા’ના સંદેશ સાથે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 'વિકસિત ભારત સંકલ્પ સભા' અને 'સેવા જ્યોતિ યાત્રા'ના પ્રસ્થાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય વડાપ્રધાનશ્રીએ નવી દિલ્હી ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમ દરમિયાન કરેલ સંબોધનનું જીવંત પ્રસારણ વર્ચ્યુઅલ માધ્યમથી મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ નિહાળ્યું હતું. આ અવસરે મહાનુભાવો દ્વારા માનનીય વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત’ સંકલ્પને સાકાર કરવામાં સંપૂર્ણ યોગદાન આપવા સામૂહિક શપથ લેવામાં આવ્યા હતા. #25YearsOfSeva
1
23
36
6,385
SDM & CITY DY.COLLECTOR EAST AHMEDBAD retweeted
મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓના સમૂહ દ્વારા રચવામાં આવેલ ભારત દેશની આકર્ષક માનવ રંગોળીનું નિરીક્ષણ કર્યું હતું તેમજ આ માનવ રંગોળીમાં સહભાગી થયેલા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, શિસ્ત અને સામૂહિક ભાગીદારીને બિરદાવતાં તેમણે આ અનોખી પ્રવૃત્તિ દ્વારા આપવામાં આવેલા ‘સેવાના રંગ, રાષ્ટ્રને સંગ’ના સંદેશને બિરદાવ્યો હતો. #SevaSankapAbhiyan
1
15
17
665
SDM & CITY DY.COLLECTOR EAST AHMEDBAD retweeted
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતની ધરતીથી રાષ્ટ્રસેવા સુધીના 25 વર્ષના નેતૃત્વમાં ગુજરાતે સુશાસન થકી પ્રગતિનો એક અભૂતપૂર્વ માર્ગ કંડાર્યો છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રેરણાદાયી દિશાદર્શન હેઠળ રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા અમદાવાદમાં પંડિત દીનદયાળ ઑડિટોરિયમ ખાતે આયોજિત વિશેષ પ્રદર્શનની આજે જ મુલાકાત લઈને માનનીય વડાપ્રધાનશ્રીના 25 વર્ષની જનસેવા અને કર્મયોગના ફળસ્વરુપ ગુજરાતે સ્થાપિત કરેલ 'વિકસિત ભારત @ 2047' સંકલ્પને નવી દિશા આપતા વિકાસના આયામોની ઝાંકી નીહાળીને ગૌરવની અનુભૂતિ કરો. #SevaSankapAbhiyaan
6
29
2
48
5,901
SDM & CITY DY.COLLECTOR EAST AHMEDBAD retweeted
The Ambrane 140W GaN Charge Hub powers your whole desk from a single outlet — laptop, phone, earbuds, watch and more, up to 7 at once. 100W spare for a MacBook, 5 USB-C PD ports plus 2 USB-A. On a deal now. We post a price only once it's verified cheapest and in stock. Grab it.

1
7
102
416,115