Info ChhotaUdepur GoG (@infocugog) header
Info ChhotaUdepur GoG (@infocugog) profile picture

Twitter Handle of District Information Office Chhotaudepur, Government of Gujarat

Chhotaudepur
Joined May 2022
Photo by Info ChhotaUdepur GoG (@infocugog)Photo by Info ChhotaUdepur GoG (@infocugog)Photo by Info ChhotaUdepur GoG (@infocugog)Photo by Info ChhotaUdepur GoG (@infocugog)Photo by Info ChhotaUdepur GoG (@infocugog)Photo by Info ChhotaUdepur GoG (@infocugog)Photo by Info ChhotaUdepur GoG (@infocugog)Photo by Info ChhotaUdepur GoG (@infocugog)Photo by Info ChhotaUdepur GoG (@infocugog)Photo by Info ChhotaUdepur GoG (@infocugog)
આપ જિલ્લા માહિતી કચેરી છોટાઉદેપુર સાથે વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમોથી જોડાઈ શકો છો. nitter.cf/infocugog instagram.com/infochhotaudep… facebook.com/infochhotaudepu… youtube.com/@infochhotaudepu…
1
2
9
2,574
Info ChhotaUdepur GoG retweeted
'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027' ગુજરાતના ન્યુ એજ ઔદ્યોગિક વિકાસને મળશે હાઈ-ટેક ગ્લોબલ આકાશ..! તા. 10થી 12 જાન્યુઆરી, 2027 ગાંધીનગર, ગુજરાત #VibrantGujaratGlobalSummit2027 #VGGS #VGGS2027
12
20
1,736
Info ChhotaUdepur GoG retweeted
આજનો શબ્દ #wordoftheday #GujaratiWord
14
56
1,917
Info ChhotaUdepur GoG retweeted
કચ્છના ઐતિહાસિક વારસાની અનમોલ ધરોહર એવા કચ્છ સંગ્રહાલયમાં ઈસવીસન પ્રથમ સદીના ક્ષત્રપ શિલાલેખોનો સૌથી મોટો હયાત સંગ્રહ અને લુપ્તપ્રાય કચ્છી લિપિના નમૂનાઓ સચવાયેલા છે. સંગ્રહાલયનો એક વિશેષ વિભાગ કચ્છની જીવંત સંસ્કૃતિને સમર્પિત છે, જ્યાં પ્રાચીન કલાકૃતિઓ, લોકકલા, શિલ્પકૃતિઓ અને કચ્છના વિવિધ વિશિષ્ટ સમુદાયોની સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. #MahitiMorning #FactualFriday #KutchMuseum
15
29
1,792
Info ChhotaUdepur GoG retweeted
આરોગ્ય સેવાઓમાં અગ્રેસર આપણું ડિજિટલ ગુજરાત... પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલમાં લેબોરેટરી ટેસ્ટના રિપોર્ટ સીધા વોટ્સએપ પર PDF સ્વરૂપે મળી રહેતા દર્દીઓનો સમય અને મુસાફરી ખર્ચ બચી રહ્યા છે... @collectorpor @InfoPorbandar @HealthDeptGuj
17
22
4,464
Info ChhotaUdepur GoG retweeted
‘સ્વાગત’ એટલે સામાન્ય નાગરિકોના પ્રશ્નોના ત્વરિત અને સંવેદનશીલ નિરાકરણનો વિશ્વાસ.... ​મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવેમ્બર-2026ના રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોની રજૂઆતો-પ્રશ્નો-ફરિયાદો સાંભળીને જિલ્લા કલેક્ટરો અને સંબંધિત વિભાગોના અધિકારીઓને પોઝિટીવ એપ્રોચ સાથે સમયમર્યાદામાં ઉકેલ લાવવા સ્પષ્ટ તાકીદ કરી; નવેમ્બર-2026ના રાજ્ય સ્વાગતમાં 240થી વધુ રજૂઆતો ઉપરાંત જિલ્લા અને તાલુકા સ્વાગત મળીને 4,122થી વધુ રજૂઆતો પરત્વે યોગ્ય જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી... ​🔹 મંજૂર થયેલા પ્લોટનો કબજો અને સનદ સોંપવા, ગેરકાયદેસર દબાણો દૂર કરવા મુખ્યમંત્રીશ્રીની સૂચનાઓ ​🔹 ભાવનગર જિલ્લાના સાગવાડીના ગ્રામીણ ખેડૂતને ગામતળનો પ્લોટ નજીકના ગામમાં જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં ફાળવવા જિલ્લા તંત્રને સૂચના ​🔹 ખેતીની જમીનમાં ભરાઈ રહેતા ગટરના ગંદા પાણીની સમસ્યા સત્વરે દૂર કરવા ગટરલાઈન કામગીરી તાત્કાલિક હાથ ધરવા દિશાનિર્દેશ ​🔹 વડોદરાના તાંદલજા તળાવની બ્યુટીફિકેશન કામગીરી સત્વરે પૂરી કરવા શહેરી સત્તા તંત્રને આદેશ ​🔹 કાયદાકીય પ્રક્રિયા વિના રોડના એલાઇનમેન્ટમાં લેવાયેલી જમીન માટે તાત્કાલિક ઉકેલની સૂચના
1
18
32
2,498
Info ChhotaUdepur GoG retweeted
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આવતીકાલથી છોટાઉદેપુર જિલ્લાના 3 દિવસીય પ્રવાસે... આ પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યમંત્રીશ્રી જિલ્લાના કવાંટ અને જેતપુર પાવી તાલુકાના વિવિધ આદિવાસી વિસ્તારોની મુલાકાત લઈને સ્થાનિક નાગરિકો સાથે સીધો જનસંવાદ, જનસુનાવણી, સંગઠનાત્મક બેઠકો અને વહીવટી વિકાસકાર્યોની ઊંડાણપૂર્વક સમીક્ષા કરશે... આ પ્રવાસના પ્રથમ દિવસ તા. 27 નવેમ્બરના રોજ નાયબ મુખ્યમંત્રીશ્રી વડોદરાથી સીધા કવાંટ પહોંચીને ભારતીય બંધારણના શિલ્પી ડૉ. બાબાસાહેબ આંબેડકર અને ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરશે... @sanghaviharsh @infocugog
14
29
4,212
Info ChhotaUdepur GoG retweeted
માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ગામડાની મુલાકાત; ગ્રામજનો સાથે મુક્તમને ભાવસભર સંવાદ કર્યો... આ દરમિયાન માન. રાજ્યપાલશ્રી વૃક્ષારોપણ, સ્વચ્છતા અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતી ગ્રામસભા જેવા વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોમાં સહભાગી થયા... @ADevvrat
20
22
2,227
Info ChhotaUdepur GoG retweeted
સરકારી યોજનાઓના મૂલ્યાંકન અભ્યાસની પ્રક્રિયા હવે વધુ ઝડપી, પેપરલેસ અને પારદર્શક બનશે...
16
41
3,209
Info ChhotaUdepur GoG retweeted
વિધાનસભા ખાતે 77મા બંધારણ દિવસની ગરિમામય ઉજવણી... બંધારણ દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં વિધાનસભા પોડિયમ ખાતે રાજ્ય મંત્રીમંડળના સભ્યો-ધારાસભ્યો, વિદ્યાર્થીઓ દ્વારા બંધારણ પૂજન અને આમુખનું સામૂહિક પઠન કરાયું... અધિકારોની સાથે કર્તવ્ય પ્રત્યે સજાગ બનીને રાષ્ટ્રીય એકતાને વધુ મજબૂત કરીએ: વિધાનસભા અધ્યક્ષશ્રી #ConstitutionDay #NationalConstitutionDay2026
12
21
2,327
Info ChhotaUdepur GoG retweeted
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027નો ધમધમાટ શરૂ! ​મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વાઇબ્રન્ટ સમિટ-2027ની પૂર્વ તૈયારીઓ સંદર્ભે ગિફ્ટ સિટીની મુલાકાત લઈને સ્ટ્રેટેજિક એક્સપાન્શન, વર્લ્ડક્લાસ અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટિઝ નિર્માણ અને જુદા-જુદા ઇવેન્ટ્સના આયોજન સ્થળોની વિઝિટ તથા કામગીરીની ઝીણવટપૂર્વક સમીક્ષા કરી... ​સમીક્ષા બેઠકમાં 2030 માટે ગિફ્ટ સિટીના વિકાસ રોડમેપ, નાણાકીય અને વ્યવસાયિક ઇકોસિસ્ટમના વિસ્તરણ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરાયું; આ સાથે મુખ્યમંત્રીશ્રીએ હોસ્પિટલ અને શોપિંગ મોલ જેવી નિર્માણાધીન સુવિધાઓની પ્રગતિની વિગતો પણ મેળવી... ​ઉલ્લેખનીય છે કે, 10થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન ગિફ્ટ સિટીમાં યોજાનારા ઉચ્ચ-સ્તરીય કાર્યક્રમોમાં વૈશ્વિક નાણાકીય સંસ્થાઓ, રોકાણકારો, ઉદ્યોગના નેતાઓ અને ભારતીય ડાયસ્પોરાના સભ્યોને એક પ્લેટફોર્મ પર આવવાનો અવસર મળશે... #VibrantGujaratGlobalSummit2027 #VGGS #VGGS2027
1
16
39
3,169
Info ChhotaUdepur GoG retweeted
લોકશાહીના પાયાને મજબૂત બનાવનાર ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરને કોટિ કોટિ વંદન! સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારતના બંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની ગાંધીનગર સેન્ટ્રલ વિસ્ટા સ્થિત પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્વક વંદન કર્યા... મુખ્યમંત્રીશ્રીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરને ભાવાંજલિ આપીને તેમના વિચારો અને આદર્શોને આત્મસાત કરીને સમર્થ, સમૃદ્ધ અને સમાનતાયુક્ત ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધ થવાનો સામાજિક સમાનતાનો સંદેશ આપ્યો... #ConstitutionDay #NationalConstitutionDay2026
17
24
1,687
Info ChhotaUdepur GoG retweeted
માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામે સામાન્ય નાગરિકની જેમ સરકારી બસમાં મુસાફરી કરીને પહોંચ્યા હતા; અહીં તેમણે નારદીપુર ગ્રામ પંચાયત સ્થિત વોટર સપ્લાય ટેન્ક પાસે ગ્રામજનો સાથે એક પેડ માઁ કે નામ 3.0 અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું… રાજ્યપાલશ્રીએ ગ્રામજનોને અપીલ કરતા જણાવ્યું કે, દરેક નાગરિક પોતાના કે બાળકોના જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠ જેવા શુભ પ્રસંગોએ ઓછામાં ઓછા એક વૃક્ષનું વાવેતર કરી તેનો ઉછેર કરે… #EkPedMaaKeNaam
16
22
1,874
Info ChhotaUdepur GoG retweeted
માન. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ગોલથરા ગામે પહોંચીને ગ્રામજનો સાથે સ્વચ્છતા અભિયાન અંતર્ગત શેરીમાં સફાઈ કાર્ય હાથ ધર્યું હતું... સ્વચ્છતા અભિયાન બાદ રાજ્યપાલશ્રીએ ગ્રામજનોને સંબોધતાં જણાવ્યું હતું કે, ગામમાં સ્વચ્છતા જળવાઈ રહેશે તો બીમારીઓથી મુક્તિ મળશે અને દવાઓ પાછળ થતો બિનજરૂરી ખર્ચ બચશે... ત્યારબાદ રાજ્યપાલશ્રીએ ગોલથરા ગામના સામાન્ય પરિવારના શ્રી મણિલાલ સોલંકીના ઘરે સામાન્ય નાગરિકની જેમ રાત્રિ ભોજન લઈને સામાજિક સમરસતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું...
15
19
1,562
Info ChhotaUdepur GoG retweeted
માન. રાજ્યપાલશ્રીનું આહ્વાન: પ્રાકૃતિક ખાતર તૈયાર કરો, ઓછા ખર્ચે વધુ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવો... ગાંધીનગર જિલ્લાના ગોલથરા ગામ ખાતે પ્રાકૃતિક કૃષિ મૉડલ ફાર્મની પ્રત્યક્ષ મુલાકાત દરમિયાન માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સ્વયં હળ ચલાવી તેમજ દેશી ગાયનું દુગ્ધ દોહન કરી ઉપસ્થિત કૃષિકારોને ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું... આ દરમિયાન ખેડૂતોને છાણ, ગૌમૂત્ર, ગોળ, ચણાનો લોટ અને વડ-પીપળા નીચેની માટીમાંથી જીવામૃત તૈયાર કરવાની વૈજ્ઞાનિક રીતની તલસ્પર્શી માહિતી પૂરી પાડવામાં આવી સાથે જ રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના સ્ટોલની મુલાકાત લઈ ખેડૂતોનો ઉત્સાહ વધાર્યો હતો... #Naturalfarming
17
26
2,144
Info ChhotaUdepur GoG retweeted
26-11-2026ના અખબારી અહેવાલોના કેટલાક ક્લિપિંગ્સ…
14
16
1,999
Info ChhotaUdepur GoG retweeted
માન. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગર જિલ્લાના નારદીપુર ગામે ભારતની અખંડિતતાના સંરક્ષક, લોહપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાઓને સ્મરણાંજલિ અર્પિને સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરી; તેમજ રાજ્યપાલશ્રીએ નારદીપુર ગામના સામાન્ય પરિવારના શ્રી મણીબેન વાઘેલાના નિવાસસ્થાને પહોંચી પરિવારના સભ્યો સાથે બેસીને અત્યંત આત્મીયતાપૂર્વક સાત્વિક અલ્પાહાર કર્યો અને પરિવારજનોના ખબર-અંતર પૂછ્યા... #ConstitutionDay #NationalConstitutionDay2026
1
17
24
2,628
Info ChhotaUdepur GoG retweeted
આજનો શબ્દ #wordoftheday #GujaratiWord
19
78
1,773
Info ChhotaUdepur GoG retweeted
રાષ્ટ્રીય બંધારણ દિવસ.. ભારતીય બંધારણના અંગીકરણના 77મા વર્ષ નિમિત્તે બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકર અને બંધારણ સભાના સૌ સભ્યોને શત્ શત્ નમન... #ConstitutionDay #NationalConstitutionDay2026
3
31
89
2,497
Info ChhotaUdepur GoG retweeted
બધા આઈસ્ક્રીમ ફ્રોઝન ડેઝર્ટ છે, પરંતુ બધા ફ્રોઝન ડેઝર્ટ આઈસ્ક્રીમ નથી. પહેલા સમજો, પછી જ ખરીદો... #ThursdayTips #MahitiMorning #Awareness
23
78
4,313
Info ChhotaUdepur GoG retweeted
સુરક્ષિત, સુવિધાજનક અને પ્રદૂષણમુક્ત મુસાફરી... PM-ઈ-બસ સેવા અંતર્ગત ગાંધીનગરમાં 70 આધુનિક ઇલેક્ટ્રિક બસો દ્વારા જાહેર પરિવહન વ્યવસ્થાને મળી રહી છે નવી ગતિ... @InfoGandhinagar
1
22
28
2,877