Info Surat GoG retweeted
‘સ્વાગત’ એટલે સામાન્ય નાગરિકોના પ્રશ્નોના ત્વરિત અને સંવેદનશીલ નિરાકરણનો વિશ્વાસ....
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવેમ્બર-2026ના રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોની રજૂઆતો-પ્રશ્નો-ફરિયાદો સાંભળીને જિલ્લા કલેક્ટરો અને સંબંધિત વિભાગોના અધિકારીઓને પોઝિટીવ એપ્રોચ સાથે સમયમર્યાદામાં ઉકેલ લાવવા સ્પષ્ટ તાકીદ કરી; નવેમ્બર-2026ના રાજ્ય સ્વાગતમાં 240થી વધુ રજૂઆતો ઉપરાંત જિલ્લા અને તાલુકા સ્વાગત મળીને 4,122થી વધુ રજૂઆતો પરત્વે યોગ્ય જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી...
🔹 મંજૂર થયેલા પ્લોટનો કબજો અને સનદ સોંપવા, ગેરકાયદેસર દબાણો દૂર કરવા મુખ્યમંત્રીશ્રીની સૂચનાઓ
🔹 ભાવનગર જિલ્લાના સાગવાડીના ગ્રામીણ ખેડૂતને ગામતળનો પ્લોટ નજીકના ગામમાં જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં ફાળવવા જિલ્લા તંત્રને સૂચના
🔹 ખેતીની જમીનમાં ભરાઈ રહેતા ગટરના ગંદા પાણીની સમસ્યા સત્વરે દૂર કરવા ગટરલાઈન કામગીરી તાત્કાલિક હાથ ધરવા દિશાનિર્દેશ
🔹 વડોદરાના તાંદલજા તળાવની બ્યુટીફિકેશન કામગીરી સત્વરે પૂરી કરવા શહેરી સત્તા તંત્રને આદેશ
🔹 કાયદાકીય પ્રક્રિયા વિના રોડના એલાઇનમેન્ટમાં લેવાયેલી જમીન માટે તાત્કાલિક ઉકેલની સૂચના
Info Surat GoG retweeted
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027; રાજ્ય સરકાર દ્વારા લખનઉ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે રોડ-શૉનું આયોજન...
🔹 આ ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ રાજ્ય સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ કર્યું; આ કાર્યક્રમમાં ગુજરાત અને ઉત્તર પ્રદેશના મંત્રીઓ તેમજ વરિષ્ઠ અધિકારીઓની સાથે-સાથે ઉદ્યોગ અગ્રણીઓ, રોકાણકારો એકત્ર થયા...
🔹 મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ સેમિકન્ડક્ટર્સ અને સંરક્ષણથી લઈને ફૂડ પ્રોસેસિંગ તેમજ ટેક્સટાઇલ્સ સુધીના ક્ષેત્રોમાં ગુજરાત અને ઉત્તર પ્રદેશની પૂરક શક્તિઓ પર ભાર મૂક્યો; તેમજ આ રોડ-શૉમાં ઉત્તર પ્રદેશના ઉદ્યોગોને તા. 10 થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાનાર સમિટમાં ભાગ લેવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું...
🔹 અનેક ઉદ્યોગ અગ્રણીઓ, રોકાણકારો અને વેપાર તથા ઉદ્યોગ સંગઠનોના પ્રતિનિધિઓએ આ રોડ શૉમાં ભાગ લીધો; તેમજ શરૂઆતમાં કેમિકલ્સ, એરોસ્પેસ અને ડિફેન્સ, હેલ્થકેર, ફૂડ પ્રોસેસિંગ, એન્જિનિયરિંગ સહિતના અન્ય ક્ષેત્રોમાં રોકાણની તકો અંગે ચર્ચા કરવા માટે મંત્રી શ્રી રમણભાઈ સોલંકી અને નોડલ ઓફિસર સાથે ઉત્તર પ્રદેશના અગ્રણી ઉદ્યોગપતિઓની વન-ટુ-વન બેઠકો યોજાઈ...
#VibrantGujaratGlobalSummit2027 #VGGS #VGGS2027
Info Surat GoG retweeted
સાબરમતી રેલવે મેટ્રો સ્ટેશન તા. 28 નવેમ્બરથી શરૂ કરાશે...
તા. 28 નવેમ્બર, 2026થી અમદાવાદનું સાબરમતી રેલવે મેટ્રો સ્ટેશન મુસાફરો માટે શરૂ કરવામાં આવશે. મેટ્રો ટ્રેન સેવાઓ આ સ્ટેશન પર પણ ઉપલબ્ધ રહેશે અને મુસાફરો સાબરમતી રેલવે સ્ટેશન જવા માટે આ સ્ટેશન પર ઉતરી શકશે. સાબરમતી રેલવે મેટ્રો સ્ટેશનથી પ્રથમ અને છેલ્લી ટ્રેનનો સમય આ મુજબ છે.
#GujaratMetroRailCorporation #GMRC
Info Surat GoG retweeted
'સરસ મેળાઓ' થકી મહિલા સશક્તીકરણને મળી રહી છે નવી ઊંચાઈ...
'દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન' (DAY-NRLM) અંતર્ગત વર્ષ 2021થી 2026 સુધીના પાંચ વર્ષમાં રાજ્યભરમાં યોજાયેલ 236 'સરસ મેળાઓ' દ્વારા મહિલા સશક્તીકરણનો સુવર્ણ અધ્યાય રચાયો; 8500થી વધુ સ્વ-સહાય જૂથો (SHGs) સહભાગી થયાં-અંદાજિત ₹39 કરોડ કરતાં વધુનું વેચાણ નોંધાયું...
અમદાવાદ અને રાજકોટમાં ચાલુ વર્ષે 'સરસ મેળા'માં ₹8.62 કરોડનું ઐતિહાસિક વેચાણ; આગામી તા. 5 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી, 2027 સુધી કચ્છ રણોત્સવ ખાતે 'સખી ક્રાફ્ટ બજાર'નું આયોજન...
#GujaratInformation
Info Surat GoG retweeted
'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027'
ગુજરાતના ન્યુ એજ ઔદ્યોગિક વિકાસને મળશે હાઈ-ટેક ગ્લોબલ આકાશ..!
તા. 10થી 12 જાન્યુઆરી, 2027
ગાંધીનગર, ગુજરાત
#VibrantGujaratGlobalSummit2027 #VGGS #VGGS2027
Info Surat GoG retweeted
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આવતીકાલથી છોટાઉદેપુર જિલ્લાના 3 દિવસીય પ્રવાસે...
આ પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યમંત્રીશ્રી જિલ્લાના કવાંટ અને જેતપુર પાવી તાલુકાના વિવિધ આદિવાસી વિસ્તારોની મુલાકાત લઈને સ્થાનિક નાગરિકો સાથે સીધો જનસંવાદ, જનસુનાવણી, સંગઠનાત્મક બેઠકો અને વહીવટી વિકાસકાર્યોની ઊંડાણપૂર્વક સમીક્ષા કરશે...
આ પ્રવાસના પ્રથમ દિવસ તા. 27 નવેમ્બરના રોજ નાયબ મુખ્યમંત્રીશ્રી વડોદરાથી સીધા કવાંટ પહોંચીને ભારતીય બંધારણના શિલ્પી ડૉ. બાબાસાહેબ આંબેડકર અને ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરશે...
@sanghaviharsh @infocugog
Info Surat GoG retweeted
આરોગ્ય સેવાઓમાં અગ્રેસર આપણું ડિજિટલ ગુજરાત...
પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલમાં લેબોરેટરી ટેસ્ટના રિપોર્ટ સીધા વોટ્સએપ પર PDF સ્વરૂપે મળી રહેતા દર્દીઓનો સમય અને મુસાફરી ખર્ચ બચી રહ્યા છે...
@collectorpor @InfoPorbandar @HealthDeptGuj
Info Surat GoG retweeted
માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ગામડાની મુલાકાત; ગ્રામજનો સાથે મુક્તમને ભાવસભર સંવાદ કર્યો...
આ દરમિયાન માન. રાજ્યપાલશ્રી વૃક્ષારોપણ, સ્વચ્છતા અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતી ગ્રામસભા જેવા વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોમાં સહભાગી થયા...
@ADevvrat
Info Surat GoG retweeted
સરકારી યોજનાઓના મૂલ્યાંકન અભ્યાસની પ્રક્રિયા હવે વધુ ઝડપી, પેપરલેસ અને પારદર્શક બનશે...
Info Surat GoG retweeted
કચ્છના ઐતિહાસિક વારસાની અનમોલ ધરોહર એવા કચ્છ સંગ્રહાલયમાં ઈસવીસન પ્રથમ સદીના ક્ષત્રપ શિલાલેખોનો સૌથી મોટો હયાત સંગ્રહ અને લુપ્તપ્રાય કચ્છી લિપિના નમૂનાઓ સચવાયેલા છે. સંગ્રહાલયનો એક વિશેષ વિભાગ કચ્છની જીવંત સંસ્કૃતિને સમર્પિત છે, જ્યાં પ્રાચીન કલાકૃતિઓ, લોકકલા, શિલ્પકૃતિઓ અને કચ્છના વિવિધ વિશિષ્ટ સમુદાયોની સંસ્કૃતિની ઝલક જોવા મળે છે.
#MahitiMorning #FactualFriday #KutchMuseum
Info Surat GoG retweeted
આજનો શબ્દ
#wordoftheday #GujaratiWord
Info Surat GoG retweeted
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027નો ધમધમાટ શરૂ!
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વાઇબ્રન્ટ સમિટ-2027ની પૂર્વ તૈયારીઓ સંદર્ભે ગિફ્ટ સિટીની મુલાકાત લઈને સ્ટ્રેટેજિક એક્સપાન્શન, વર્લ્ડક્લાસ અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટિઝ નિર્માણ અને જુદા-જુદા ઇવેન્ટ્સના આયોજન સ્થળોની વિઝિટ તથા કામગીરીની ઝીણવટપૂર્વક સમીક્ષા કરી...
સમીક્ષા બેઠકમાં 2030 માટે ગિફ્ટ સિટીના વિકાસ રોડમેપ, નાણાકીય અને વ્યવસાયિક ઇકોસિસ્ટમના વિસ્તરણ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરાયું; આ સાથે મુખ્યમંત્રીશ્રીએ હોસ્પિટલ અને શોપિંગ મોલ જેવી નિર્માણાધીન સુવિધાઓની પ્રગતિની વિગતો પણ મેળવી...
ઉલ્લેખનીય છે કે, 10થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન ગિફ્ટ સિટીમાં યોજાનારા ઉચ્ચ-સ્તરીય કાર્યક્રમોમાં વૈશ્વિક નાણાકીય સંસ્થાઓ, રોકાણકારો, ઉદ્યોગના નેતાઓ અને ભારતીય ડાયસ્પોરાના સભ્યોને એક પ્લેટફોર્મ પર આવવાનો અવસર મળશે...
#VibrantGujaratGlobalSummit2027 #VGGS #VGGS2027
DGVCL દ્વારા સુરતના વેસુ ખાતે પ્રથમ ‘ઊર્જા સેવા કેન્દ્ર’નો પ્રારંભ:
ગ્રાહકોને એક જ સ્થળે તમામ વીજ સેવાઓ ઉપલબ્ધ કરાવવાની દિશામાં DGVCLની મહત્વપૂર્ણ પહેલ
@DGVCL_Official @KanuDesai180 @CMOGuj @sanghaviharsh @InfoGujarat @collectorsurat @MySuratMySMC @MayorSurat
2
110
Info Surat GoG retweeted
લોકશાહીના પાયાને મજબૂત બનાવનાર ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરને કોટિ કોટિ વંદન!
સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારતના બંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની ગાંધીનગર સેન્ટ્રલ વિસ્ટા સ્થિત પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્વક વંદન કર્યા...
મુખ્યમંત્રીશ્રીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરને ભાવાંજલિ આપીને તેમના વિચારો અને આદર્શોને આત્મસાત કરીને સમર્થ, સમૃદ્ધ અને સમાનતાયુક્ત ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધ થવાનો સામાજિક સમાનતાનો સંદેશ આપ્યો...
#ConstitutionDay #NationalConstitutionDay2026
Info Surat GoG retweeted
માન. રાજ્યપાલશ્રીનું આહ્વાન: પ્રાકૃતિક ખાતર તૈયાર કરો, ઓછા ખર્ચે વધુ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવો...
ગાંધીનગર જિલ્લાના ગોલથરા ગામ ખાતે પ્રાકૃતિક કૃષિ મૉડલ ફાર્મની પ્રત્યક્ષ મુલાકાત દરમિયાન માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સ્વયં હળ ચલાવી તેમજ દેશી ગાયનું દુગ્ધ દોહન કરી ઉપસ્થિત કૃષિકારોને ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું...
આ દરમિયાન ખેડૂતોને છાણ, ગૌમૂત્ર, ગોળ, ચણાનો લોટ અને વડ-પીપળા નીચેની માટીમાંથી જીવામૃત તૈયાર કરવાની વૈજ્ઞાનિક રીતની તલસ્પર્શી માહિતી પૂરી પાડવામાં આવી સાથે જ રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના સ્ટોલની મુલાકાત લઈ ખેડૂતોનો ઉત્સાહ વધાર્યો હતો...
#Naturalfarming
Info Surat GoG retweeted
માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામે સામાન્ય નાગરિકની જેમ સરકારી બસમાં મુસાફરી કરીને પહોંચ્યા હતા; અહીં તેમણે નારદીપુર ગ્રામ પંચાયત સ્થિત વોટર સપ્લાય ટેન્ક પાસે ગ્રામજનો સાથે એક પેડ માઁ કે નામ 3.0 અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું…
રાજ્યપાલશ્રીએ ગ્રામજનોને અપીલ કરતા જણાવ્યું કે, દરેક નાગરિક પોતાના કે બાળકોના જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠ જેવા શુભ પ્રસંગોએ ઓછામાં ઓછા એક વૃક્ષનું વાવેતર કરી તેનો ઉછેર કરે…
#EkPedMaaKeNaam
Info Surat GoG retweeted
જિલ્લા કલેક્ટર શ્રી તેજસ પરમાર દ્વારા ગાગપુર ગામની મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન આંગણવાડીની મુલાકાત લઈ બાળકોને લગતી સુવિધાઓ અંગે સેવિકા સાથે ચર્ચા કરવામાં આવી તેમજ કચેરીની દફતરી તપાસણી કરવામાં આવી હતી.
વધુમાં ગ્રામજનો સાથે સંવાદ કરી તેમના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી સંબંધિત સ્થળોની મુલાકાત લઈ જરૂરી સમીક્ષા કરવામાં આવી હતી.
ગ્રામ્ય સ્તરે સરકારી સેવાઓની ગુણવત્તા, સુવિધાઓ અને નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ માટે વહીવટીતંત્રની સતત પ્રતિબદ્ધતા.
#VillageVisit #Gagpur #DistrictAdministration #SuratDistrict #GujaratGovernment
@CMOGuj @sanghaviharsh @revenuegujarat @InfoGujarat @InfoSuratGOG
Info Surat GoG retweeted
સાદગી, સરળતા અને જનસામાન્ય સાથેના સીધા લોકસંપર્ક માટે જાણીતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વધુ એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું...
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર અને ગોલથરા ખાતે આયોજિત ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં સહભાગી થવા માટે રાજ્યપાલશ્રીએ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની સામાન્ય બસમાં મુસાફરી કરી...
માન. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી એસ.ટી. બસમાં મુસાફરી કરીને કલોલના નારદીપુર પહોંચ્યા; તેમણે મુસાફરી દરમિયાન સહપ્રવાસીઓ સાથે સહજ અને આત્મીય સંવાદ સાધી ગ્રામ્ય વિકાસ તથા પ્રાકૃતિક કૃષિ અંગેની ચર્ચા કરી...
Info Surat GoG retweeted
આજનો શબ્દ
#wordoftheday #GujaratiWord














































